મોરબી : રાજપર ગામે માલધારી યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શોભાયાત્રા અને રાસ ગરબાની રમઝટ સાથો સાથ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ રહી હતી. તેમ માલધારી યુવા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું છે.