સોઓરડીમાં આવેલ વરિયા મંદિર ખાતે કાલે જન્માષ્ટમીએ રાત્રે 12 વાગ્યા મટકીફોડ અને રાસ ગરબાની રંગત જામશેમોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ મંદિર યુવા ગ્રુપ દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. જ્યારે મોરબીના સોઓરડીમાં આવેલ વરિયા મંદિર ખાતે કાલે જન્માષ્ટમીએ રાત્રે 12 વાગ્યા મટકીફોડ અને રાસ ગરબાની રંગત જામશે.મોરબી શહેર કાનાના આગમનને વધવવા કૃષ્ણમય બની ગયું છે. આવતીકાલે જન્માષ્ટમીને લઈને લોકોમાં ભારે ઉમગ ઉલાસ જોવા મળી રહ્યો છે. આવતીકાલે જન્માષ્ટમીએ વિશાળ શોભાયાત્રા અને ઠેરઠેર મટકીફોડ કરીને ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ઉમંગભેર વધાવશે. ત્યારે મોરબીના વરિયા મંદિર યુવા ગ્રુપ દ્વારા પણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વરિયા પ્રજાપતિ સમાજના સોઓરડી મેઈન રોડ ઉપર વરિયાનગરમાં આવેલ વરિયા માતાજીના મંદિર ખાતે કાલે જન્માષ્ટમીએ રાત્રે 12 વાગ્યે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે. જેમાં સમાજની બહેનો અને યુવાનો દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ પણ યોજશે તેથી વરિયા પ્રજાપતિ સમાજ અને જાહેર જનતાને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની અપીલ કરાઈ છે.