મોરબી : મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ડાઢાની વાડીમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં આજે રાત્રે 9:30 કલાકથી કાર્યક્રમોની શરૂઆત થશે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની આરતી, કચ્છી રાસ, કેડીયા રાસ, સુદામાનું જીવન ચરિત્ર, આશાપુરા માનું પ્રાગટય, અઘોરી રાસ, ગંગા દર્શન અને મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક પ્રસંગે પધારવા સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ અપાયું છે.