મોરબી : આવતીકાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે બગસરા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નૂતન પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવશે. આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બર ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે બગસરા ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ તથા નાળિયેર વિધિ બગસરા ગામના તમામ વડીલો, ગ્રામ પંચાયતના હોદેદારો તથા યુવાનોના હસ્તે કરવામાં આવશે.