મોરબી : આજે 5 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર શિક્ષક દિવસ ઉજવાયો હોય છે ત્યારે મોરબીની રવાપર તાલુકા શાળામાં આજ રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.શિક્ષક દિન નિમિત્તે રવાપર તાલુકા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્યમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ભાવિ શિક્ષક બનવાનું ધ્યેય પૂર્ણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે પ્રિન્સિપાલથી લઈને વિવિધ વિષયોના શિક્ષક બનીને શાળાનું સમગ્ર સંચાલન સંભાળ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઘણું નવું શિખવા મળ્યું હતું અને ઉત્સાહથી શિક્ષક દિવસ ઉજવ્યો હતો.