મોરબી સીટી બી ડિવિઝન પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ ધર્મમંગલ સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર મંગલ કરવા બેઠેલા આરોપી મહિલા નિશાબેન ભીખાભાઇ લોરીયા, પુષ્પાબેન અનિલભાઇ સનારીયા, કૈલાશબેન ભાવેશભાઇ બારૈયા, ભાવનાબેન દલસુખભાઇ કાવર, ભાવનાબેન તુષારભાઇ બાવરવા અને કંચનબેન ભગવાનભાઇ કાલરીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2550 કબ્જે કરી જુગારધારા મુજબ ગુન્હો નોંધતા મહિલાઓના પતિદેવોને દોડધામ થઇ પડી હતી.