પાપડી ગાંઠિયા, મીઠાઈ, ચવાણું, મોહનથાળ સહિતના 25થી 30 નમૂના લેવાયામોરબી : મોરબીમાં સાતમ આઠમના તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સપાટો બોલાવી પાપડી ગાંઠિયા, મીઠાઈ, મોહનથાળ, સાટા સહિતના 25થી 30 જેટલા સેમ્પલ લઈ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.ખોરાક અને ઔષધ નીયમન તંત્ર મોરબીની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ જન્માષ્ટમી તહેવારના અનુસંધાને ફરસાણ અને મીઠાઈના વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાનો માવો, ઘી, બેસન અને તેલ નો ઉપયોગ કરી ભેળસેળ વારા અને હલકી ગુણવત્તાના ફરસાણ અને મીઠાઈ બનાવી વધુ નફો મેળવવાની લાલસામાં હલકી ગુણવત્તાના ફરસાણ અને મીઠાઈ વેંચતા હોય છે, હલકી ગુણવતાના મીઠાઇ અને ફરસાણ વેચે નહી અને જાહેર જનતાને ભેળસેળ વગરનો સારી ગુણવત્તાના ફરસાણ અને મીઠાઈ મળી રહે તે માટે મોરબી જીલ્લામાં ખોરાક અને ઔષધ નીયમન તંત્ર મોરબી દ્વારા સઘન ચેકીંગ હાથ ધરેલ હતુ.આ ચેકીંગ દરમિયાન અને અલગ અલગ જગ્યાએથી ફરસાણ અને મીઠાઈના નમુના લેવામાં આવેલ હતા જેમાં પાપડી ગાઠીયા, ચવાણુ, સેવ, મસાલા સીંગ, તીખા વટાણા, મગ દાળ, ભાવનગરી ગાઠીયા, ચણા દાળ, બેસન, ચંપાકલી ગાઠીયા, સક્કરપારા, મમરી,નદુધીનો હલવો, પેંડા, મેસુબ હલવો, મોહનથાળ, ગળી બુંદી, ગુલાબ જાંબુ અને ગળ્યા સાટાના નમુના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.