હળવદ : હળવદ ગામની સીમમાં મુસાભાઇ ઘાંચીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી આદિવાસી ખેતશ્રમિક ટીડીયાભાઇ ઉર્ફે ટીડાભાઇ કોવજીભાઇ ઉર્ફે ઓયાભાઇ ડુભીલ ઉ.27ને છેલ્લા વીસેક દિવસથી પત્ની સાથે ઘરકામ બાબતે બોલાચાલી થતી હોવાથી તેમના પત્ની પિયર ચાલ્યા જતા લાગી આવતા ટીડીયાભાઈએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.