કાંતિલાલ અમારી અમૃતિયાએ સહિતના ધારાસભ્યો દ્વારા રજુઆતમોરબી : આજરોજ ગાંધીનગર સચિવાલય ખાતે પાટડી, હળવદ માળિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં રહેતા અગરિયાના પ્રશ્નોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્ર મુળુભાઈ બેરા સમક્ષ મુલાકાત કરવામાં આવી હતી.અગરિયાઓના પ્રશ્નો અંગે આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તેનું સફળ રજુઆતના પરિણામે સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું અને આ અગરિયાના પ્રશ્નોના રજુઆતના પરિણામે સુખદ સમાધાન બદલ ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાથે પ્રકાશભાઈ વરમોરા અને પી.કે.પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.