સ્મશાન નજીક બનાવેલા ઢોર રાખવાના વાડામાં ભુસા નીચે છુપાવેલ રૂ.1.57 લાખની 264 બોટલ તાલુકા પોલીસે કબ્જે કરી મોરબી : મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે પરબત અને રાજુ નામના શખ્સોએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી ઢોર બાંધવાના વાડામાં ભુસા નીચે છુપાવવામાં આવેલો રૂ.1.57 લાખની 264 બોટલ દારૂનો જથ્થો ઝડપી લઈ બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના કેરાળા (હરીપર) ગામે આરોપી પરબત અને રાજુ નામના શખ્સોએ વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા સ્મશાન નજીક આવેલ ઢોર બાંધવાના વાડામાં પશુને ખવડાવવાના ભુસ નીચે છુપાવવામાં આવેલ જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની 22 પેટી એટલે કે 264 બોટલ કિંમત રૂપિયા 1,57,080નો જથ્થો મળી આવતા પોલીસ ટીમે આરોપી પરબતભાઇ જીવાભાઇ ટોટા અને રાજેશ ઉર્ફે રાજુ મમુભાઇ અખીયાણીને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.આ કામગીરી મોરબી તાલુકા પોલીસ ઇન્સપેકટર કે.એ.વાળા તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર, જનકસિંહ પરમાર, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદિપભાઇ કાનગડ, કેતનભાઇ અજાણા, દેવશીભાઇ મોરી,યશવંતસિંહ ઝાલા, દીપસિંહ ચૌહાણ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કચેરીના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.