મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકાના આંદરણા ગામે આરોપી અનિલભાઈ દુદાભાઈ ચાવડાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગારની મજા માણવા બેઠેલા આરોપી અનિલભાઈ દુદાભાઈ ચાવડા, રમેશભાઈ જેઠાભાઇ સોલંકી, દિલીપભાઈ મગનભાઈ પરમાર, બેચરભાઈ હીરાભાઈ વાછાણી, અનિલભાઈ કલાભાઇ સોલંકી, પ્રકાશભાઈ રવજીભાઈ ચૌહાણ, જનકભાઈ શામજીભાઈ કલાડિયા, રમેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી અને મેહુલભાઈ ધરમશીભાઈ માકાસણાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 71,000 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.