ધો. 9 થી 12 ના 228 વિદ્યાર્થીઓએ કુલ 115 કૃતિઓ રજૂ કરીમોરબી : આજ રોજ 4 સપ્ટેમ્બરે મોરબીની ધી વી. સી. ટેક્નિકલ હાઈસ્કૂલમાં શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન-ગણિત-પર્યાવરણના આ પ્રદર્શનમાં ધો. 9 થી 12 ના 228 વિદ્યાર્થીઓએ કુલ 115 કૃતિઓ રજૂ કરી હતી. જેમાં રોબોટિક્સ, ચંદ્રયાન, ફાર્મ સેફ્ટી, ફ્લાઈંગ રોકેટ, 3D હોલોગ્રામ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, મનુષ્યના તંત્રો, ભૂકંપ, જ્વાળામુખી જેવા વર્કિંગ મોડેલે આકર્ષણ જમાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ વ્યવસ્થા ગોઠવી હતી અને સંચાલન માટે શાળાના શિક્ષક સુધિરભાઈ ગાંભવા, આઈ. ટી. વીડજા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. પ્રદર્શન દરમિયાન શિક્ષકો મહેશભાઈ ગાંભવા, અમિતભાઈ તન્ના, હિરેનભાઈ નથવાણી તેમજ બિપીનભાઈ દેત્રોજાએ નિર્ણાયક તરીકે રહીને દરેક બાળ વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવી હતી. પ્રદર્શન દરમિયાન આઈ.ટી. વીડજા દ્વારા દરેક બાળ વૈજ્ઞાનિકો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે અલ્પાહારનું આયોજન કરાયું હતું.આ તકે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પડસુંબિયા સાહેબે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ-ત્રણ કૃતિઓને પ્રોત્સાહક ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી હતી. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા સાહેબ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારિયા સાહેબે દરેક કૃતિની મુલાકાત લઈ, બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહ વધારવાની સાથે સાથે શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.