શોભાયાત્રાના રૂટ ઉપર 10 પીઆઇ, 27 પીએસઆઇ અને 400 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશેમોરબી : મોરબી જિલ્લામાં લોકો જન્માષ્ટમીનો તહેવાર શાંતિ માણી શકે અને કાયદો અને વ્યવસ્થાની જળવાની કરવા માટે પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડના રૂટ ઉપર 10 પીઆઇ, 27 પીએસઆઇ અને 400 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે.મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હવે સાતમ આઠમના તહેવારો શરૂ થઈ રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારોમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મોરબી શહેરમા અને ગામે ગામે તેમજ જિલ્લામાં જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રા અને મટકી ફોડના આયોજન થયા હોય આ તમામ રૂટ ઉપર એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જન્માષ્ટમીની શોભાયાત્રા અને મટકી ફોડના રૂટ ઉપર 10 પીઆઇ, 27 પીએસઆઇ અને 400 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. જન્માષ્ટમી નિમિતે અનેક સ્થળે લોકમેળાના આયોજનો થયા હોય ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. તેમજ લોકમેળા કે શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો પોલીસને જાણ કરવા તેમજ જન્માષ્ટમીના પર્વ ઉપર જુગાર ન રમવા અને મેળાની રંગત માણવા લોકોને અપીલ કરી છે.