મોરબી : મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં શ્રીજીની સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને સમાપન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ગણેશ મહોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ નિમંત્રણ પાઠવ્યું છે.