મોરબી : ગત તારીખ 2 સપ્ટેમ્બરના રોજ નેસ્ટ K12 એજ્યુકેશન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કુલેરનું વિતરણ કરાયું હતું. શાળાના 700 વિદ્યાર્થીઓ દ્વારા 2500 જેટલી કુલેરની ડબ્બી પેક કરીને નાની વાવડીની કુમાર અને કન્યા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી હતી.મહત્વનું છે કે, K12 એજ્યુકેશન સ્કૂલ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓ દ્વારા where does india stand in the world ? કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં NBCC એટલે કે nester birthday charity clubની શરૂઆત કરાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પોતાના જન્મદિવસે સમાજ માટે સારું કાર્ય કરવા સંકલ્પ લીધો હતો. ત્યારે 2 સપ્ટેમ્બરના રોજ કુલેરનું વિતરણ કરીને આ શુભકાર્યની શરૂઆત કરાઈ હતી.