મોરબી : મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યાએ શાસ્ત્રોની દ્રષ્ટિએ રાંધણ છઠ્ઠના દિવસે દિતવાર મંગળવારે ચૂલા ઠારી શકાય કે કેમ તે અંગે શાસ્ત્રોક્ત મહત્વ સમજાવી ચૂલા ઠારવાના ચોઘડિયા વાચકો માટે રજૂ કર્યા છે.મોરબી માં એક માત્ર કાશીના વિદ્વાન જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય અને ભાગવતાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાના જણાવ્યા મુજબ શ્રાવણ વદ ૬ રાંધણ છઠ્ઠ ૫/૯/૨૦૨૩ મંગળવારના રોજ છે. આ સંજોગોમાં દિતવાર મંગળવારે ચૂલા ના ઠરાય ચૂલિકા પૂજનના થાય એવી પરંપરા રહેલી છે ત્યારે આ વાત સાથે શાસ્ત્ર સંમત નથી. લૌકિક શાસ્ત્ર છે વાસ્તુ હોય તો નવા ચૂલાને પ્રજ્વલિત કરવામાં શાસ્ત્ર રવિવાર મંગળવારની ના પાડે છે. ચૂલા ઠરવામાંના પાડતું નથી. શાસ્ત્ર તિથિ તેમજ નક્ષત્રના માન ને માન્ય ગણે છે. માટે શ્રાવણ વદ ૬ રાંધણ છઠ્ઠ ૫/૯/૨૦૨૩ મંગળવાર બપોરે ૦૩:૫૩ થી ૫:૨૭ સુધી તેમજ રાત્રે ૮:૨૭ થી ૯:૫૩ રાત્રે ત્યારબાદ રાત્રે ૧૧:૧૯ થી (૬ સપ્ટેમ્બર) ૨:૧૨ રાત્રે કરી શકાશે.આવી જ વાત ૯/૮/૨૦ રવિવાર હતો ત્યારે પણ શાસ્ત્ર સંમત મત આજ પ્રકારે આપ્યો હતો. ખોટા મુહૂર્તોના આધારે આપણા સનાતન ધર્મના તહેવારોને બગાડવા અપીલ કરી ખોટી અંધશ્રદ્ધામાં ના પડવા જણાવી ભગવાનનું સ્મરણ કરીને શીતળા માતાજી સૌ નું કલ્યાણ કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી હતી.સાથે જ શ્રાવણ વદ ૭ મંગળવાર તા.૦૬/૦૯/૨૦૨૩ શીતળા સાતમ તેમજ શ્રાવણ વદ ૮ બુધવાર તા.૭/૦૯/૨૦૨૩ જન્માષ્ટમી હોવાનું મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઇ પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.