મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે આગામી તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જે નિમિત્તે શોભાયાત્રા સમિતિ દ્વારા સવારે 8 કલાકે મટકીફોડ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાખરેચી ગામે જય કનૈયા લાલ કીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે તો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.