મોરબી : ઢળતી ઉંમરે જ્યારે સામાન્ય લોકો શારીરિક રિતે અસક્ષમ થઈને ભગવાનનું નામ લેવામાં રચ્યા પચ્યા રહે છે. તે ઉંમરે મોરબીના એક હોશીલા તબીબ એક પછી એક મેરેથોનમાં યુવાનોને પણ શરમાવે તેવી દોટ લગાવીને મોરબીને ગૌરવ અપાવી રહ્યા છે. અહીં વાત થઈ રહી છે મોરબીના 72 વર્ષના ડો. અનિલ પટેલની. જેમને મહારાષ્ટ્રના સતારામાં યોજાયેલ સતારા હિલ મેરેથોનમાં સિનિયર સિટીઝન ગ્રુપમાં ત્રીજો નંબર મેળવ્યો છે. આ સ્પર્ધામાં નાના મોટા થઈ કુલ 6000 સ્પર્ધકો હતા. આ મેરેથોન વિશિષ્ટ પ્રકારની હતી. અહીં હીલ ઉપર ઊંચાઈ પર ચઢવાનું અને ઉતરવાનું હતું. તેમાં ડો. અનિલ પટેલે 21 કિ.મી.ની મેરેથોનમાં ભાગ લઈ 2 કલાક 13 મિનિટમાં તેને પૂરી કરી ત્રીજો નંબર મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.