નવલખી રોડ ઉપર કોલસા ભરીને આવતા ટ્રક ચાલકે સામેથી આવતા ટ્રક ટ્રક સાથે અકસ્માત સર્જતાં એકનું મોત, ત્રણ ઘાયલ મોરબી : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ! ઉક્તિ મુજબ માળિયાના નવલખી રોડ ઉપર વર્ષામેડી ફાટકેથી ટ્રકમાં લિફ્ટ માંગી નવલખી જઈ રહેલા હનીફભાઇને ટ્રકની મુસાફરી અંતિમ સફર બની હતી. નવલખી રોડ ઉપર કોલસા ભરીને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે સામેથી આવતા તર્કને જોરદાર ટક્કર મારતા ટ્રકમાં બેઠેલા હનિફભાઈનું મૃત્યુ નીપજ્યું હતું તેમજ અકસ્માત સર્જનાર તર્ક ચાલક સહિત ત્રણને ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગરના ટ્રક ચાલક ઇકબાલભાઇ યુનુશભાઇ બેલીમે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ રાજકોટ ખાતે બીડનો જથ્થો ખાલી કરી નવલખી કોલસો ભરવા જતા હતા ત્યારે રસ્તામાં વર્ષામેડી રેલવે ફાટક પાસે હનીફભાઇ નુરમામદભાઇ કચ્ચાએ હાથ ઉંચો કરી નવલખી આવવા જણાવતા તેમને ટ્રકમાં બેસાડ્યા હતા. બાદમાં ટ્રક લવણપૂર નજીક પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રક નંબર GJ 18 BT 0961ના ચાલકે ઇકબાલભાઇ ટ્રક સાથે મોરે મોરો ભટકાડતા ટ્રકમાં બેઠેલા હનીફભાઇ નુરમામદભાઇ કચ્ચાને ગળાના ભાગે કાચ લગતા મૃત્યુ નીપજ્યું હતું. જયારે ટ્રકના ક્લીનર કાનાભાઇ તેમજ ટ્રાન્સપોર્ટ ઓફિસના સુપરવાઈઝર માનવેન્દ્ર મિશ્રાને તેમજ સામેના ટ્રકના ચાલકને ઈજાઓ પહોંચી હતી અને બન્ને ટ્રકમાં નુકશાન પહોંચતા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.