મોરબી : આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે મોરબીની ધી વી. સી. ટેક હાઈસ્કૂલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ 2023નું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મોરબી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મોરબી દ્વારા જિલ્લા કક્ષાના શિક્ષક દિન સમારંભનું આયોજન આવતીકાલે તારીખ 5 સપ્ટેમ્બર ને સવારે 9:30 કલાકે મોરબીની ધી વી.સી. ટેક હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. જે નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે. આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, કેસરીદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતેન્દ્રભાઈ સોમાણી અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા પણ હાજરી આપશે.