મોરબી : મોરબીમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા મહિનાના પ્રથમ શનિવારે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરવામાં આવી રહ્યું છે ત્યારે ચાલુ મહિનાના પ્રથમ શનિવારે મોરબી હિન્દુ યુવા સંગઠન દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.હિન્દુ યુવા સંગઠન દ્વારા મોરબીના રવાપર સ્થિત પાધાર હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાનું સમૂહ પઠન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપસ્થિત રહેનાર તમામ યુવાનોનો હિન્દુ યુવા સંગઠન દ્વારા આભાર વ્યકત કરાયો હતો.