માળીયા : માળીયા તાલુકાના કુંતાસી ગામમા નવા પ્લોટ વિસ્તારમા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી બાવજીભાઈ પુંજાભાઈ ભોંયા, નરેન્દ્રભાઈ કાનજીભાઈ ભાડજા, ચંદ્રેશભાઈ મનજીભાઈ મીનપરા, જયસુખભાઈ કાનજીભાઈ ભાડજા, મનીષભાઈ અવચરભાઈ કુંડારીયા અને જયદિપભાઈ કાંતીભાઈ કુંડારીયાને તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 17,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.