મોરબી શહેરમાં જુગારના ત્રણ દરોડામાં 13 જુગારી પકડાયા 

- text


સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બે અને સીટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક દરોડો 

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ ટીમે જુગારની અલગ અલગ ત્રણ કાર્યવાહીમાં 13 જુગારીઓને પતાની મોજ માણતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અનુસૂચિત જાતિના નવા ક્વાર્ટર વાળી શેરીમાં દરોડો પાડી આરોપી રફીકશા નથુશા શાહમદાર, વિજયભાઇ મનુભાઇ રાઠોડ, બશીરભાઇ સલીમભાઇ ચાનીયા, રવીભાઇ મહેશભાઇ વાણીયા, કારાભાઇ ઉર્ફે ખુશાલ હિરાભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ વિઠલભાઇ વાઘેલા અને અજયભાઇ ગોવીંદભાઇ પરમારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 81,500 કબ્જે કર્યા હતા. જયારે બીજા દરોડામાં પોલીસે લીલાપર રોડ ઉપર રામાપીરના મંદીર પાછળ દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ નાગજીભાઇ દેગામા અને રણજીતભાઇ નાગજીભાઇ દેગામાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિ‍યા 29,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ભીમસર વેજીટેબલ રોડ ઉપર જાહેરમા જુગાર રમી રહેલા આરોપી ભરતભાઈ મગનભાઈ દેલવાણીયા, શેલેષભાઈ મગનભાઈ દેલવાણીયા, ઠાકરશીભાઈ મગનભાઈ દેલવાણીયા અને રણછોડભાઈ મગનભાઈ દેલવાણીયાને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 4100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text