વાંકાનેર : વાંકાનેરમાં રાતીદેવળી રોડ પર આવેલા કીરણ સિરામીક ગ્રાઉન્ડ ખાતે તા. 4 ને સોમવારના બપોરના 3:30 કલાકે ક્રિષ્ના લોકમેળાનો પ્રારંભ કરવામાં આવશે. આ લોકમેળો 7 દિવસ સુધી વાંકાનેરની જનતાના મનોરંજન માટે ચાલુ રહેશે. જેમાં તા. 4 સપ્ટેમ્બરને મેળાના પ્રથમ દિવસે જીતુભાઈ સોમાણી તરફથી મેળામાં આવતા તમામ લોકો માટે એક દિવસ માટે રાઈડર્સ, ફજત, ચકડોળ વગેરે ફ્રી રાખવામાં આવી છે. વાંકાનેરની સર્વે જનતાને આ લોકમેળામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે