ચાંદામામા બાદ હવે સુરજદાદાના રહસ્યો ઉપરથી પરદો ઉચકાશે મોરબી : ચાંદામામા બાદ હવે સૂરજદાદાના રહસ્યો ઉજાગર કરવા માટે આજે ભારત દેશની અવકાશ સંસ્થા ઇસરોએ શ્રી હરિકોટાથી આદિત્ય એલ-1નું સફળ લોન્ચિંગ કર્યું હતું. ભારતના સૌપ્રથમ સોલર મિશન આદિત્ય-L1નું આજે શનિવારે સવારે 11.50 કલાકે શ્રીહરિકોટાથી લોન્ચિંગ થયું છે. આ મિશનનો હેતુ સૂર્ય વિશે વધુમાં વધુ જાણકારી મેળવવાનો છે.ચંદ્ર પછી ભારત હવે સૂર્યના રહસ્યો ખોલવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતના વૈજ્ઞાનિકોએ શનિવારે આદિત્ય-એલ 1ને લોન્ચ કર્યું છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી દેશના પહેલા સોલર મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે. આગામી લગભગ ચાર મહિનામાં આશરે 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને L1 પોઈન્ટ સુધી પહોંચશે. સૂર્યથી કરોડો કિલોમીટર દૂર રહીને 'આદિત્ય' તેને સતત નિહાળશે. સૂર્ય અંગે વધુમાં વધુ માહિતી એકઠી કરવાનો તેનો હેતુ છે. ઈસરોને આશા છે કે, ચંદ્રયાન-3ની જેમ જ આદિત્ય-L1 મિશન પોતાના ઉદ્દેશોને પાર પાડવામાં સફળ થશે.