મોરબી: મોરબીની પી. જી. પટેલ કોલેજમાં આજે પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓમાં રહેલી આંતરિક અને સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અભ્યાસની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓના નિયમિત આયોજન અંતર્ગત ચેસ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યું હતું. આ ચેસ સ્પર્ધામાં ભાઈઓમાં પ્રથમ ક્રમે TYBCOMમાંથી વૈષ્ણવ મિલન, બીજા ક્રમે SYBCOMમાંથી કેરવાડિયા ગણેશ તથા તૃતિય ક્રમે TYBCOMમાંથી જાડેજા યશરાજસિંહ તથા SYBBA માંથી ઠાકર વ્યોમ વિજેતા થયા હતા. જયારે બહેનોમાં પ્રથમ ક્રમે TYBCOMમાંથી જાડેજા તેજશ્વીનીબા, બીજા ક્રમે TYBCOMમાંથી વરમોરા હેત્વી તથા તૃતિય ક્રમે FYBCOMમાંથી તન્ના પ્રિયા વિજેતા થયા હતા. તમામ વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા. તમામ વિજેતાઓને પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા હતા.