રૂ. ૧.૦૯ લાખની રોકડ કબ્જે : બે શખ્સો નાસી જતા શોધખોળ હળવદ : મોરબી એલસીબીએ હળવદના રાતાભેર ગામે ઓરડીમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડી બે મહિલા સહિત છ પત્તાપ્રેમીઓને રૂ. ૧.૦૯ લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. જ્યારે અન્ય બે શખ્સો નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે ધનુબેન ધીરૂભાઇ ભુરાભાઇ રજપૂત રાતાભેર ગામના પાદરમાં પ્લોટ વિસ્તારમાં પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં નળીયા તથા પતરા વાળી ઓરડીઓ બનાવેલ હોય જેમા નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ઓરડીમાં રેઇડ કરતા કુલ ૮ ઇસમો જુગાર રમતા હોય જે પૈકી બે ઇસમો રેઇડ દરમ્યાન નાશી ગયા હતા. તેઓ પાસેથી રોકડ રૂ.૧,૦૯,૫૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો. આ દરોડામાં ધનુએન ધીરૂભાઇ પરમાર ઉં.વ. ૪૦, જયોત્સનાબેન જયતિભાઇ માલકીયા ઉ.વ.૩૦, રવિભાઇ વિનોદભાઇ ઇન્દરીયા ઉ.વ.૨૫, ધનજીભાઇ કાળુભાઇ કોલદરા ઉ.વ.૪૩, દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા ઉ.વ.૨૩, જીવણભાઇ મનજીભાઇ સૌલંકી ઉ.વ. ૪૯ને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે વિજયભાઇ ખોડાભાઇ કુણપરા અને વિનોદભાઇ મેરામભાઇ વાઢીયા નાસી જવામાં સફળ રહ્યા હતા. આ કામગીરીમાં પીઆઇ ડી.એમ. ઢોલ, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ ડી.જાડેજા તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમના માણસો જોડાયેલ હતાં.