હળવદના નવા સાપકડા ગામની ઘટના, પોલીસે દરોડો પાડી ૫૭ બોટલ કબ્જે કરી હળવદ : હળવદ તાલુકાના નવા સાપકડા ગામે ભેજાબાજ બુટલેગરે રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટીને છૂપાવેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢી બુટલેગરને પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા સાપકડા ગામે પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનના ફળીયામાં જમીનમાં દાટી છપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદાની કુલ બોટલો નંગ-૫૭ કિં.રૂ.૨૫,૨૯૫/- નો મુદ્દામાલ સાથે આરોપી રસીકભાઇ ઉર્ફે લાલો રામાભાઇ નંદેસરીયા ઉ.વ.૩૦ને પકડી પાડી તેનું સામે પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પીઆઇ કે.એમ. છાસીયા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મનજીભાઈ સોલગામા, કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, બીપીનભાઇ મંગળભાઈ પરમાર, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, તેજપાલસિહ મહીપતસિંહ ઝાલા, કમલેશભાઇ રાજુભાઇ પરમાર રોકાયેલ હતા.