મોરબીના નવી પીપળી ગામે એલસીબી ત્રાટકી, 5 મહિલા સહીત 10 જુગારી ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના નવી પીપળી ગામે અમરનાથ સોસાયટીમાં સાર્વજનિક પ્લોટમાં જાહેરમાં જુગારની મહેફિલ જામી હોવાની બાતમીને આધારે મોરબી એસબીએ દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી અજયભાઇ નરેન્દ્રભાઇ પાનસુરીયા, પ્રહલાદભાઇ લક્ષ્મણભાઇ ભરમાણી, અજીતભાઇ બચુભાઇ બણોધરા, પાલાભાઇ દેસાભાઇ ગાગીયા, દશરથભાઇ મહાદેવભાઇ જીંજવાડીયા, શિલ્પાબેન શૈલેષભાઇ મજેઠીયા, શારદાબેન નરેન્દ્રભાઇ પાનસુરીયા, મંજુબેન પ્રહલાદભાઇ ભરમાણી, જનકબેન ઉર્ફે જનીબેન અજીતભાઇ બણોધરા અને પિનલબેન હરેશભાઇ કુંડારીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 77,200 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text