મોરબી : મોરબીના વાવડી રોડ કપિલા હનુમાન મંદિર સામે આવેલી ઉમા કિડ્સ સ્કૂલના ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વિવિધ શાળાઓ - સંસ્થાઓમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે ઉમા કિડ્સ સ્કૂલના બાળકો એ પણ જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરી હતી. નાના નાના ભૂલકાઓ ભગવાન કૃષ્ણના પોશાકમાં સજ્જ થયા હતા અને આનંદ ઉમંગ કર્યો હતો.