હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામમાંથી અલગ થયેલ (નવા રાયસંગપુર) એટલે કે ગાંધીપુર ગામને નવી ગ્રામ પંચાયતની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેથી હળવદ તાલુકાની અત્યાર સુધી 71 ગ્રામ પંચાયત હતી જેથી ગાંધીપુરને પંચાયત તરીકે મંજૂરી મળતા હવે હળવદ તાલુકાની 72 ગ્રામ પંચાયતો થઈ છે.