વાંકાનેર : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમતગમત કચેરી મોરબી દ્વારા આયોજિત તાલુકા કક્ષાની એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધામાં ઘીયાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની એથ્લેટિક્સની વિવિધ સ્પર્ધામાં ઘીયાવડ પ્રાથમિક શાળામાંથી અંડર-14 કેટેગરીમાં ચૌહાણ આકાશી અને જમોડ પ્રવીણે 400 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સાથે જ 200 મીટર દોડમાં માધાણી ધ્રુવીએ ત્રીજો ક્રમ, ગોળા ફેંકમાં રાઠોડ અજયે ત્રીજો ક્રમ, ચક્ર ફેંકમાં થોરિયા આકાશે ત્રીજો ક્રમ, ઊંચી કુદમાં માધાણી જયદીપે ત્રીજો ક્રમ, લાંબી કુદમાં વાઘેલા હાર્દિપ અને વનાણી દક્ષાએ ત્રીજો ક્રમ મેળવીને શાળા પરિવાર, પરિવાર અને ઘીયાવડ ગામનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીઓને શિક્ષક રવજીભાઈ, મીરલબેન અને નિરાલીબેને તૈયારી કરાવી હોવાનું આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.