મોરબીના ભડીયાદ ઢોરે પાના ટિંચતા પાંચ પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ઢોરે ચામુંડા કિરાણા નામની બંધ દુકાનની સામે શેરીમા જાહેરમા જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી તીનપતિની બાટ ખેંચતા પ્રભુભાઇ લાભુભાઇ રૂદાતલા, સંજયભાઇ કેસુભાઇ ઝંઝવાડીયા, પ્રવિણભાઇ મનુભાઇ ચાવડા, નરેશભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ લાલુકીયા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પચાણજી ઝાલાને ઝડપી લઈ રોકડા રૂપિયા 16,200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text