કોયબા ગામે બાળકને તેમજ જુના અમરાપર ગામે વૃદ્ધ અને મહિલા ઉપર શ્વાનનો હુમલો હળવદ : હળવદ પંથકમાં ડાઘીયાઓએ આજે આતંક મચાવ્યો હતો. બે ગામમાં શ્વાને ત્રણ લોકોને બચકા ભરી ઇજાઓ પહોંચાડી હોવાની ઘટનાઓ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા ગામે અઢી વર્ષનું બાળક જે જન્માષ્ટમી મનાવવા પોતાના મામાને ઘરે આવ્યું હતું. તેને શ્વાને અનેક જગ્યાએ બાચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યું હતું. જેને તાત્કાલિક હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુના અમરાપર ગામે હડકાયા કૂતરાએ વૃદ્ધ અને મહિલાને બચકા ભર્યા હતા.