મોરબીની ઉમા રેસીડન્સી સોસાયટીમાં જુગાર કલબ ઝડપાઇ 

- text


મોરબી તાલુકા પોલીસ ટીમે જુગાર રમવા આવેલા 9ને ઝડપી લઈ રોકડા રૂપિયા 1,05,440 કબ્જે કર્યા 

મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ ઉમા રેસીડન્સી સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર ક્લબ શરૂ થઇ હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જુગારની મજા માણી રહેલા મકાન માલિક સહીત 9 જુગારીઓને રોકડા રૂપિયા 1,05,440 સાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે, પીપળી ગામ નજીક આવેલ ઉમા રેસીડન્સી સોસાયટીમાં રહેતા મુકેશભાઇ હરજીભાઇ મેથાણીયા પોતાના ઘરમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઇ હરજીભાઇ મેથાણીયા, શૈલેષભાઇ ચંદુભાઇ સાણંદિયા, મહેશભાઇ પોપટભાઇ ચંદ્રાલા, શરદભાઇ જીવરાજભાઇ વડગાસીયા, નીતીનભાઇ પરેશભાઇ પરેચા, ભુમીતભાઇ ઘનશ્યામભાઇ કાનેટીયા, ચીરાગભાઇ બીપીનભાઇ સોખરીયા, સવજીભાઇ મોહનભાઇ સરડવા અને રામદેવભાઇ નાનજીભાઇ ધોરૂ તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 1,05,440 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text