શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા મટુકીફોડ કાર્યક્રમનું આયોજન મોરબી : આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જનમાષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાયમંડનગર (આમરણ) સમસ્ત ગામ તેમજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જનમાષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા આખા ગામને કેસરી ધજાથી શણગારી દેવામાં આવી છે તેમજ તા.7 ને ગુરૂવારે રાત્રે 8 કલાકે ભવ્ય શોભાયાત્રા અને મટુકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનો શુભારંભ ડાયમંડનગર મેઈન ગેટ પાસેથી થશે અને શોભાયાત્રા રૂટ પર રૂક્ષ્મણી મટુકી, ગોપી મટુકી, વૃંદા મટુકી, યશોદા મટુકી, મીરા મટુકી, બાસૂરી મટુકી, રાધે મટુકી, સુદામા મટુકી, કૃષ્ણમ મટુકી, યમુના મટુકી, માધવ મટુકી, ગોપાલ મટુકી, તુલસી મટુકી, કેશવ મટુકી એમ કુલ 14 મટુકીફોડ કરવામાં આવશે અને રાત્રે 11:30 કલાકે શોભાયાત્રા રામજી મંદિરે પહોંચશે ત્યાં રાસ ગરબા તેમજ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી અને મહાઆરતી જેવા કાર્યક્રમ કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામના લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.