મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ નજીક આવેલ શ્રી રામ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુરેશભાઇ દામજીભાઇ પડસુંબીયા, પ્રવીણભાઇ શીવાભાઇ રંગપરીયા, રવીન્દ્રગીરી રમેશગીરી ગૌસ્વામી અને ઉપેન્દ્રભાઇ જગદીશભાઇ નાગલાને તીનપતીનો રોન પોલીસ જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,300 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.