મોરબી : મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-઼રાજકોટ દ્વારા દર મહિનાની તા. 4ના વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સપ્ટેમ્બર મહિનામાં સાતમ-આઠમના પર્વ નિમિત્તે પાંચ દિવસની રજા હોવાથી આ મહિનાનો નેત્રયજ્ઞ કેમ્પ મોકુફ રાખવામાં આવ્યો છે. આગામી કેમ્પ તા. 4 ઓક્ટોબર થી પ્રતિ માસ રાબેતા મુજબ યોજાશે તેની સર્વેએ નોંધ લેવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા જણાવવામાં આવ્યું છે.