મોરબી : ભારતમાં અકસ્માતોનું પ્રમાણ અને તેને લીધે મૃત્યુનું વધતું પ્રમાણએ બહુ ચિંતાનો વિષય બની રહેલ છે ત્યારે આ બાબતે જાગૃતિ લાવવા માટે મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં ચાલતા એનએસએસ યુનિટમાં ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી આરટીઓના મોટર વાહન નિરીક્ષક આર. એ.જાડેજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખાસ કરીને યુવા વર્ગને સંબોધીને ટ્રાફિક અવેરનેસ અને રોડ સલામતી સંદર્ભે તર્કબદ્ધ મુદ્દાઓ અકસ્માત નિવારણના સંદર્ભમાં રજૂ કર્યા હતા. સામાન્ય પ્રકારની અવેરનેસના પરિણામો કેટલાયે અકસ્માતોને ટાળી શકાય છે અને માનવ સંસાધનને નુકસાન થતું અટકાવી શકાય છે તે સદ્રષ્ટાંત તેમના દ્વારા સમજાવવામાં આવ્યા હતા. ટેકનિકલી તૈયાર કરેલી પીપીટી બતાવીને તેમણે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ કે. આર. દંગી, સ્ટાફ, એનએસએસ સ્વયંસેવકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ યુનિટ વતી પ્રોગ્રામ ઓફિસર ડો. આર. કે. વારોતરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.