ટંકારા : ટંકારા તાલુકાના રોહિશાળા ગામની સીમમાં વનવાળાપીરની દરગાહ પાછળ નદીના કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ ચોથાભાઇ ટોયટા, નિલેશ ગંગારામભાઇ વાઘેલા, ગોવીંદભાઇ કાનજીભાઇ વાઘેલા અને કેરલાભાઇ રેમલીયાભાઇ મેહડાને તીનપતિ રમતા ઝડપી લીધા હતા જયારે આરોપી દિનેશભાઇ રહે.રાજકોટ વાળો નાસી જતા પોલીસે જુગારસ્થળેથી રોકડા રૂપિયા 8,250 તેમજ એક એક્ટિવ મોટર સાયકલ કિંમત રૂપિયા 15,000 મળી રૂપિયા 23,250નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.