મોરબી : મોરબીના જોધપર (નદી) ગામે આગામી તારીખ 10 સપ્ટેમ્બર ને રવિવારના રોજ શૂર-શ્યામ કાન ગોપી રાસમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જોધપર (નદી) ગામે બાપા સીતારામ નૂતન મંદિર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભૂદરભાઈ સવજીભાઈ બરાસરાના પરિવાર દ્વારા 10 સપ્ટેમ્બર ને રવિવારે રાત્રે 9 કલાકે શૂર-શ્યામ કાન ગોપી રાસમંડળ યોજાશે. આ શૂર-શ્યામ કાન ગોપી રાસમંડળ નિહાળવા સર્વે ધર્મ પ્રેમી ભાઈઓ-બહેનોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.