મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કરેલ કુલ ૨૧ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરરાજી તા.૫/૯/૨૦૨૩ ના રોજ ૧૨ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે. આ હરરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૨/૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦નો 'OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે. હરરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા.૨/૯/૨૦૨૩ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરરાજીની શરતો હરરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટર દ્વારા જણાવાયું છે.