મોરબી : કૃષ્ણ જન્માષ્ટમી નજીક આવી રહી છે ત્યારે ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ નાલંદા કિડ્ઝની નરસંગ મંદિર બ્રાંચે અનોખી રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 31 ઓગસ્ટના રોજ નાલંદા કિડ્ઝ ખાતે દાદીઓએ પોતાના પૌત્ર અને પૌત્રી સાથે કૃષ્ણ ભગવાનની થીમ પર ભજન અને વાર્તા રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં 25 દાદીઓએ ભાગ લીધો હતો. જેમાં જાગૃતિબેન કૈલા અને ગીતાબેન કૈલા નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. અલગ અલગ કેટેગરીમાંથી 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા અને આ વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ આયોજનમાં આચાર્ય અર્ચનામેમ ભૈયા, મેનેજમેન્ટ ઓફિસર ધોરી, રીમાબેન કક્કડ, ધારાબેન ચંદારાણા, અર્ચનાબેન ચગ, સ્મિતાબેન આદ્રોજા, ભગવતીબેન સવાણી, હેતલબેન છનિયારા, આરતીબેન ઠાકુરે યોગદાન આપ્યું હતું.