મોરબી : મોરબીમાં રક્ષાબંધનના પર્વની ઉમગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીની સ્વૈછીક મહિલા સંસ્થાની બહેનોએ તેમજ બંદીવાનની બહેનોએ જેલમાં રહેલા પોતાના ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. મોરબી સબ જેલ ખાતે ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સ્વૈછીક મહિલા સંસ્થા તેમજ રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ પોતાના ભાઇને રાખડી બાંધી મો મીઠું કરાવી તેઓને શુભકામનાઓ પાઠવી હતી. અને રક્ષાબંધનના પવિત્ર તહેવારને આનંદ અને લાગણીપુર્ણ સાથે ઉજવવામાં આવ્યો. હતો.આ કાર્યક્રમમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા અને તમામ જેલ સ્ટાફ મહિલા પોલીસ સ્ટાફે પૂરતો સહયોગ આપ્યો હતો.