મોરબી : આજે સપરમાં તહેવારનો દિવસ હોવા છતાં મોરબી ફાયર બ્રિગેડ ટીમ ખડેપગે રહી છે અને દલવાડી સર્કલ નજીક મોબાઈલ ટાવરમાં લાગેલી આગ ત્વરિત દોડી જઇ બુઝાવી નાખી હતી. આજે બપોરે 1.11 મિનિટે મોરબીના દલવાડી સર્કલ પાસે મચ્છુનગરમાં આવેલ વોડાફોન ટાવર ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર સ્ટાફની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને બેટરીમાં આગ લાગી હોય તાત્કાલિક બેટરીની આગને કંટ્રોલ કરેલ હતી. ફાયર ટીમના ત્વરિત રિસ્પોન્સનાં લીધે બેટરી બ્લાસ્ટ થતાં અટકી ગઈ હતી અને આજુબાજુમાં રેસીડેન્સી અને ઢોર બાંધેલા હોય જાનહાનિ ટળી હતી.