મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી ખાતે આજે તારીખ 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય NCC અને ધોરણ:- 9ની વિદ્યાર્થિનીઓ દ્વારા ટ્રાફિક પોલીસનાં જવાનોને તેમના ફરજ પરનાં જુદા જુદા સ્થળ પર જઈ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉત્સાહથી ઉજવણી કરી હતી. સ્કૂલમાં પણ રાખી મેકીંગ, નિબંધ લેખન, ગ્રીટીંગ કાર્ડ જેવી સ્પર્ધામાં કે.જી. તથા ધો. 1 થી 11 નાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લઈને પાવન પર્વમાં હર્ષભેર જોડાયા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. નવયુગના પ્રમુખ પી.ડી. કાંજીયાએ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સ્ટાફગણને રક્ષાબંધન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.