મોરબી : મોરબીના માણેકવાંડા ગામના વતની અને શિવાય ગ્રુપના ડાયરેક્ટર જયદીપભાઈ દેત્રોજા તરફથી ગામની શાળાનું ઋણ ચૂકવવાના ઉદ્દેશથી શાળામાં અભ્યાસ કરતા 169 વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગણવેશ વિતરણ કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત અને અભિનય ગીતથી કરી હતી. બાદમાં તમામ મહેમાનોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મનસુખભાઈ દેત્રોજા તથા જયદીપભાઈના પુત્ર શિવાંશના હસ્તે વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તમામ છાત્રો સાથે યાદગીરી રૂપે ગ્રુપ તસવીર લેવામાં આવી હતી. આ તકે માણેકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારાએ શાળાનો ઈતિહાસ અને શાળામાં ચાલતી પ્રવૃત્તિ અંગે માહિતગાર કર્યા હતા અને આગામી દિવસોમાં તેમની શાળાના આયોજન અંગે પણ માહિતી આપી હતી. આ ગણવેશ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવાંમાં શાળાના શિક્ષક જીગ્નેશભાઈ સાણંદિયા, પૈહારીભાઈ રામાવત, હિતેશભાઈ ગોપાણી, હંસાબેન ગામી, મનીષાબેન વિરમગામા, રસીલાબેન નંદાસણા તેમજ શાળાના છાત્રોએ જહેમત ઉઠાવી હતી.