મોરબી : આવતીકાલે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન હોય મોરબી જિલ્લાના 400 સિનિયર સિટીઝનોને શી ટીમ એટલે કે, મહિલા પોલીસ દ્વારા રાખડી બાંધવામાં આવશે. રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં આવતીકાલે 30 ઓગસ્ટ ને રક્ષાબંધનના પર્વ નિમિત્તે શી ટીમ, મહિલા પોલીસ દ્વારા 3600 સિનિયર સિટીઝનોને રાખડી બાંધી તહેવારની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે રાજકોટ રેન્જના તમામ 72 પોલીસ સ્ટેશનો ખાતે ફરજ બજાવનાર She Team, મહિલા પોલીસ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી નિમિત્તે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર સિટીઝનોને રાખડી બાંધી આ તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજનાર છે. જેમાં દ્વારકા જિલ્લા ખાતેના કુલ-9 પોલીસ સ્ટેશનો ખાતે આશરે 450 જેટલા સિનિયર સિટીઝનોને, જામનગર જિલ્લા ખાતે આશરે 800 જેટલા સિનિયર સિટીઝનોને, મોરબી જિલ્લા ખાતે આશરે 400 જેટલા સિનિયર સિટીઝનોને, રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે આશરે 950 જેટલા સિનિયર સિટીઝનોને, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે આશરે 1000 જેટલા સિનિયર સિટીઝનોને, એમ રાજકોટ રેન્જ વિસ્તારના તમામ જિલ્લાઓમાં આશરે કુલ 3600 જેટલા સિનિયર સિટીઝનોને She Team, મહિલા પોલીસ દ્વારા રાખડીઓ બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલ તા.૩૦/૦૮/૨૦૨૩ ના રોજ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમ રક્ષાબંધનનો તહેવાર હોય, જે અનુસંધાને આવતીકાલના રોજ રાજકોટ રેન્જના તમામ કુલ-૭૨ પોલીસ સ્ટેશનો ખાતે ફરજ બજાવનાર She Team, મહિલા પોલીસ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી નિમીતે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર સીટીઝનોને રાખડી બાંધી આ તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજનાર છે. જે અનુસંધાને દ્વારકા જીલ્લા ખાતેના કુલ-૯ પોલીસ સ્ટેશનો ખાતે આશરે ૪૫૦ જેટલા સીનીયર સીટીઝનોને, જામનગર જીલ્લા ખાતે આશરે ૮૦૦ જેટલા સીનીયર સીટીઝનોને, મોરબી જીલ્લા ખાતે આશરે ૪૦૦ જેટલા સીનીયર સીટીઝનોને, રાજકોટ ગ્રામ્ય જીલ્લા ખાતે આશરે ૯૫૦ જેટલા સીનીયર સીટીઝનોને, તેમજ સુરેન્દ્રનગર જીલ્લા ખાતે આશરે ૧૦૦૦ જેટલા સીનીયર સીટીઝનોને, એમ રાજકોટ રેન્જ વિસ્તારના તમામ જીલ્લાઓમાં આશરે કુલ- ૩૬૦૦ જેટલા સીનિયર સિટિઝનોને She Team, મહિલા પોલીસ દ્વારા રાખડીઓ બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે.