મિશન સૂર્ય ! ઈસરો 2જી સપ્ટેમ્બરે સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય -1ને અવકાશમાં છોડશે

- text


મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે મિશન આદિત્ય ! તમે પણ સૂર્યયાન પ્રક્ષેપણના સાક્ષી બની શકો છો, રજિસ્ટ્રેશન શરૂ 

મોરબી : ભારતીય અવકાશ સંસ્થાન ઈસરો વિશ્વમાં સૌ પ્રથમ વખત સૂર્યનો અભ્યાસ કરવા આગામી તા.2જી સપ્ટેમ્બરના રોજ મિશન આદિત્ય લોન્ચ કરવા જઈ રહ્યું છે. સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતેથી 2જી સપ્ટેમ્બરે પીએસેલવી-C-57 મારફતે આદિત્ય -L1નું પ્રક્ષેપણ કરશે. આ ઐતિહાસિક ક્ષણને નિહાળવા માટે ઈસરો દ્વારા સમગ્ર દેશવાસીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ શરૂ કરાયું છે.

ઈસરો દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતા પૂર્વક મિશન મુન શરૂ કરાયા બાદ તુરત જ મિશન સન એટલે કે સૂર્ય મિશનની જાહેરાત કરવામાં આવી છે. ઇસરોએ પોતાના સત્તાવાર ટવીટર હેન્ડલ ઉપરથી જાહેર કરતા જણાવ્યું છે કે, આગામી તા.2 સપ્ટેમ્બર, 2023ના રોજ 11:50 કલાકે PSLV-C57 મારફતે આદિત્ય-L1 મિશન શરૂ કરવા જઈ રહ્યું છે. આદિત્ય-L1 સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ વખત જ ભારતીય વેધશાળા,શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરવામાં આવશે. ઇસરો દ્વારા આદિત્ય મિશનના સાક્ષી બનવા માટે દેશના નાગરિકોને આમન્ત્રિત કરવામાં આવ્યા છે. આદિત્ય-L1ના પ્રક્ષેપણ વખતે નાગરિકો શ્રીહરિકોટા ખાતે આવેલ લૉન્ચ વ્યૂ ગૅલેરીમાંથી બેસી આ લોન્ચિંગને નિહાળી શકશે. આદિત્ય-L1 લોન્ચિંગ જોવા માટે નાગરિકો https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp ઉપર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે.

- text

- text