5 એકમોની ટીમોએ લીધો ભાગ : વિજેતા ટિમને ટ્રોફીથી કરાઈ સન્માનિત મોરબી : મોરબીના સિરામિક ક્ષેત્રની મેગા ગ્રુપ ઓફ કંપનીમાં આજે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવો હતી. જેમાં અલગ અલગ એકમો વચ્ચે વોલીબોલની ટુર્નામેન્ટ યોજવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં મેગાસિટી વિટ્રીફાઇડ, સોનિક સિરામિક, પ્લાઝમા વિટ્રીફાઇડ, સેન્ટો વિટ્રીફાઇડ, મેગા વિટ્રીફાઇડે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં મેગા વિટ્રીફાઇડના એમડી સુનિલભાઈની ટિમ વિજેતા થઈ હતી. તેઓને મેગા ગ્રુપ ઓફ કંપનીના એમડી પ્રકાશભાઈએ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.